Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અદિતિ અને મનીષા કોઇરાલાને લઈને ‘હીરામંડી’ના ગીતનું શૂટ શરૂ કર્યું સંજય લીલા ભણસાલીએ

અદિતિ અને મનીષા કોઇરાલાને લઈને ‘હીરામંડી’ના ગીતનું શૂટ શરૂ કર્યું સંજય લીલા ભણસાલીએ

03 September, 2022 03:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય લીલા ભણસાલીએ નેટફ્લિક્સ માટેની ‘હીરામંડી’ માટે ગીતનું શૂટિંગ શરૂ કર્યું છે.

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલી


સંજય લીલા ભણસાલીએ નેટફ્લિક્સ માટેની ‘હીરામંડી’ માટે ગીતનું શૂટિંગ શરૂ કર્યું છે. આ તેમનો પહેલો વેબ-શો છે. આ શોમાં રેખા અને મુમતાઝ જેવાં નામ ચર્ચામાં છે. જોકે સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા અને શર્મિન સેગલ જેવી ઍક્ટ્રેસે એનું શૂટિંગ શરૂ પણ કરી દીધું છે. સંજય લીલા ભણસાલી આ વેબ-શો માટે મનીષા અને અદિતિને લઈને એક સ્પેશ્યલ સૉન્ગ શૂટ કરવાના છે. આ એક કવ્વાલી સૉન્ગ છે. ગયા મહિને સંજય લીલા ભણસાલીએ સોનાક્ષી, મનીષા, અદિતિ અને રિચા સાથે એક ગ્રૅન્ડ ડાન્સ સીક્વન્સનું શૂટ કર્યું હતું. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે ‘ઢોલીડા’ સૉન્ગને કોરિયોગ્રાફ કરનાર કૃતિ મહેશે આ વેબ-શો માટે કોરિયોગ્રાફ કર્યું છે. તેમણે ગઈ કાલે મુંબઈમાં આ માટેનું શૂટિંગ શરૂ કર્યું છે. દસ દિવસ માટેનું આ શૂટિંગ શેડ્યુલ ફિલ્મસિટીમાં છે અને એમાં અન્ય ઍક્ટર્સ પણ જોડાશે એવી ચર્ચા છે. આ શોમાં માધુરી દીક્ષિત નેને પણ જોવા મળે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2022 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK