Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્તના પાકિસ્તાની ફૅને ગિફ્ટમાં આપ્યો સ્પેશ્યલ ડિઝાઇનવાળો ગોલ્ડપ્લેટેડ આઇફોન 17

સંજય દત્તના પાકિસ્તાની ફૅને ગિફ્ટમાં આપ્યો સ્પેશ્યલ ડિઝાઇનવાળો ગોલ્ડપ્લેટેડ આઇફોન 17

Published : 16 March, 2026 09:54 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોનના પાછળના ભાગમાં સંજયની પરિવાર સાથેની ખાસ તસવીર બનાવવામાં આવી છે.

કાશિફે દુબઈમાં સંજય સાથે મુલાકાત કરી હતી અને તેને ગોલ્ડપ્લેટેડ આઇફોન 17 ગિફ્ટ આપ્યો છે

કાશિફે દુબઈમાં સંજય સાથે મુલાકાત કરી હતી અને તેને ગોલ્ડપ્લેટેડ આઇફોન 17 ગિફ્ટ આપ્યો છે


સંજય દત્તના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર દુનિયામાં છે. હાલમાં સંજય ‘ધુરંધર’ અને એની સીક્વલમાં તેણે ભજવેલા SP અસલમ ચૌધરીના પાત્રને કારણે ચર્ચામાં છે. હાલમાં સંજય પાકિસ્તાની ફૅન અને ઇન્ફ્લુએન્સર કાશીફ જમીરે આપેલી મોંઘીદાટ અને ખાસ ગિફ્ટ્સને કારણે લાઇમલાઇટમાં આવ્યો છે. કાશિફે દુબઈમાં સંજય સાથે મુલાકાત કરી હતી અને તેને ગોલ્ડપ્લેટેડ આઇફોન 17 ગિફ્ટ આપ્યો છે જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફોન કરતાં એની બૅકપૅનલની ડિઝાઇનની વધારે ચર્ચા થઈ રહી છે.

ફોનના પાછળના ભાગમાં સંજયની પરિવાર સાથેની ખાસ તસવીર બનાવવામાં આવી છે. તસવીરમાં સંજય પોતાનાં માતા-પિતા નર્ગિસ દત્ત અને સુનીલ દત્ત સાથે જોવા મળે છે. તસવીર પર અંગ્રેજીમાં ‘સંજુબાબા’ લખાયેલું છે અને નીચે ‘લવ’ લખાયેલું જોવા મળે છે. એ સિવાય કાશિફે મુલાકાત વખતે સંજયને એક ઍન્ટિક ઘડિયાળ અને કેટલીક સોનાની જ્વેલરી પણ ગિફ્ટ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 09:54 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK