આ સ્કૉચ વ્હિસ્કીના વેચાણમાં મહારાષ્ટ્રનો ૬૮ ટકા હિસ્સો છે.
સંજય દત્ત
સંજય દત્તની સ્કૉચ વ્હિસ્કી બ્રૅન્ડ ‘ધ ગ્લેનવૉક’એ બજારમાં ધૂમ મચાવી છે. મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બરથી અત્યાર સુધીના ૪૫ દિવસમાં 200mlની ૩ લાખથી વધુ બૉટલ વેચાઈ ચૂકી છે. આ બૉટલના વેચાણથી ૪૫ દિવસમાં ૧૫ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. 200mlની બૉટલની કિંમત ૫૦૦ રૂપિયા છે અને એનું લૉન્ચિંગ ડિસેમ્બરમાં થયું હતું.મહારાષ્ટ્રમાં ગ્લેનવૉકનું સૌથી વધુ વેચાણ થાય છે. આ સ્કૉચ વ્હિસ્કીના વેચાણમાં મહારાષ્ટ્રનો ૬૮ ટકા હિસ્સો છે.

