હાલમાં સંજય સાઉથની કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો જેમાં વિજય સાથેની ‘થલપતિ 69’ અને ‘KD - The Devil’નો સમાવેશ થાય છે
સંજય દત્ત
સંજય દત્તે ૬૫ વર્ષની વયે સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારે હવે તેને બૉલીવુડની અત્યારની સ્થિતિ વિશે ચિંતા થવા લાગી છે. સંજયે હાલમાં એક ઇન્ટવ્યુમાં હિન્દી ફિલ્મ-ઉદ્યોગની વર્તમાન સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે. સંજયે જણાવ્યું હતું કે ‘બૉલીવુડમાં સિનેમા માટેનું પૅશન ખતમ થઈ ગયું છે અને હવે ધ્યાન માત્ર નાણાકીય લાભ પર કેન્દ્રિત થઈ ગયું છે. અગાઉ ફિલ્મો સમર્પણ અને કલા પ્રત્યેના પ્રેમથી બનાવવામાં આવતી હતી, પરંતુ હવે ઉદ્યોગ એક વ્યવસાયની જેમ કાર્ય કરે છે જ્યાં માત્ર પૈસાની ગણતરી છે. જોકે પહેલાં પણ પૈસાને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતી હતી પણ કલા અને વ્યવસાય વચ્ચેનું સંતુલન હવે નફોકમાવા તરફ ખૂબ જ ઝૂકી ગયું છે.’
હાલમાં સંજય સાઉથની કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો જેમાં વિજય સાથેની ‘થલપતિ 69’ અને ‘KD - The Devil’નો સમાવેશ થાય છે. આ બન્ને ફિલ્મોમાં તે નેગેટિવ રોલ ભજવી રહ્યો છે.

