ઈસ્લામ ધર્મ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડનાર સનાખાને પ્રેગ્નેન્સની કરી જાહેરાત

સના ખાન તેના પતિ સાથે(તસવીર સૌ. ઈન્સ્ટાગ્રામ)
`બિગ બોસ 6` (Bigg Boss)થી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી સના ખાન(Sana Khan)એ ઈન્ડસ્ટ્રી છોડીને લગભગ 3 વર્ષ વીતી ગયા છે. પરંતુ આજે પણ તેના ફેન્સ તેના વિશે દરેક અપડેટ જાણવા આતુર હોય છે. જ્યારે તેણે ઈસ્લામ માટે ગ્લેમર ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી ત્યારે તેના ચાહકો તેના પર વિશ્વાસ નહોતા કરી શક્યા. ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેણે મુફ્તી અનસ સઈદ સાથે લગ્ન કર્યા અને ત્યારથી તે સતત ચર્ચામાં છે. સનાએ હવે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવાની છે.
પૂર્વ અભિનેત્રી સના ખાને લગ્નના ત્રણ વર્ષ બાદ આ સારા સમાચાર આપીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. સના ખાન ટૂંક સમયમાં માતા બનવાની છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેનો પતિ અનસ સઈદ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. ટીવી ચેનલ ઇકરા સાથેની વાતચીતમાં સના અને અનસના જીવનના સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરવ્યુમાં અનસે કહ્યું કે તે જલ્દી પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપી રહ્યા છે.
સના માતૃત્વને લઈને ઉત્સાહિત છે
View this post on Instagram
આ ઈન્ટરવ્યુમાં અનસે સના ખાનની પ્રેગ્નન્સીના સમાચાર સંભળાવ્યા કે તરત જ આને લઈને તમામ સવાલો અને વાતો થવા લાગી. સનાએ પણ તેના પતિની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તે બંને જલ્દી માતા-પિતા બનવાના છે. સનાએ કહ્યું કે તે માતૃત્વ માણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણીએ કહ્યું કે તેણી તેના બાળકને તેના હાથમાં પકડવા માટે રાહ જોઈ શકતી નથી.
આ પણ વાંચો: સેમ ટુ સેમ... મા સોની રાજદાને આલિયાના બર્થડે પર શેર કરેલો આ ફોટો જોયો તમે?
સનાના કામની વાત કરીએ તો તેણે વર્ષ 2005માં એડલ્ટ ફિલ્મ `યે હૈ હાઈ સોસાયટી`થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ટીવી જાહેરાતોમાં જોવા મળી. સનાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. સનાને સલમાન ખાનના શો `બિગ બોસ 6` દ્વારા દરેક ઘરમાં ફેમસ કરવામાં આવી હતી. સનાએ સલમાન ખાન સાથે `જય હો`માં કામ કર્યું હતું. તે છેલ્લે `સ્પેશિયલ ઑપ્સ`ની સીઝન 1માં જોવા મળી હતી.