સમીરાએ છેલ્લે ૨૦૧૨માં આવેલી બૉલીવુડની ‘ચક્રવ્યૂહ’માં કામ કર્યું હતું
સમીરા રેડ્ડી
સમીરા રેડ્ડીને સ્તનની સર્જરી કરાવવાનું પ્રેશર કરવામાં આવ્યું હતું. સમીરાએ છેલ્લે ૨૦૧૨માં આવેલી બૉલીવુડની ‘ચક્રવ્યૂહ’માં કામ કર્યું હતું. તે બૉલીવુડ અને સાઉથની બન્ને ફિલ્મમાં કામ કરી રહી હતી. જોકે ૨૦૧૩માં કન્નડની છેલ્લી ફિલ્મમાં કામ કર્યા બાદ તેણે ઍક્ટિંગ છોડી દીધી હતી. તેણે ૨૦૧૪માં લગ્ન કર્યાં હતાં અને તેને બે બાળકો પણ છે. ઍક્ટિંગ છોડ્યા બાદ તે સોશ્યલ મીડિયા પર બૉડી શેમિંગ વિશે જાગરૂકતા ફેલાવી રહી છે. આ વિશે સમીરાએ શૅર કર્યું હતું કે ‘મારી કરીઅરમાં હું જ્યારે ટોચ પર હતી ત્યારે એને બચાવી રાખવા માટે મને સ્તનની સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રેશર પણ કરવામાં આવ્યું હતું. ઘણા લોકો કહેતા હતા કે સમીરા, બધા કરાવી રહ્યા છે, તું પણ કરાવી લે. જોકે મારે મારા શરીરની અંદર કંઈ પણ વસ્તુ નહોતી કરાવવી.’

