ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ના ‘ઓ અન્તાવા’ ગીતમાં તેના પર્ફોર્મન્સની સૌકોઈએ પ્રશંસા કરી છે
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ૧૩ વર્ષની કરીઅર દરમ્યાન જે પણ પ્રેમ મળ્યો છે એના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. સમન્થાએ ૨૦૧૦માં આવેલી તેલુગુ ફિલ્મ ‘યે માયા ચેસાવે’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. એ ફિલ્મમાં તેની સાથે નાગ ચૈતન્ય પણ લીડ રોલમાં હતો. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે ખૂબ ફેમસ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ના ‘ઓ અન્તાવા’ ગીતમાં તેના પર્ફોર્મન્સની સૌકોઈએ પ્રશંસા કરી છે. સમન્થા માયોસાઇટિસ નામની બીમારીથી પીડાઈ રહી છે અને એની સારવાર લઈ રહી છે. સૌએ આપેલા સપોર્ટ અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર સમન્થાએ કૅપ્શન આપી હતી, ‘હું જેટલી જૂની થતી જઈશ એટલી જ વધારે આગળ વધતી જઈશ. મને જે પણ પ્રેમ અને સથવારો મળ્યો છે એનો હું દિલથી આભાર માનું છું. દરરોજ એક નવો દિવસ અને નવી સારી વસ્તુનો અનુભવ થાય છે. અનેક બાબતો મારા પર પ્રભાવ પાડે છે. એનાથી વિશેષ કાંઈ નથી કહેવું. માત્ર આભાર માનું છું.’


