નો એન્ટ્રીની સીક્વલમાં નહીં જોવા મળે સલમાન ખાન
સલમાન ખાન
વર્ષ 2005માં આવેલી સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સીક્વલ આવવાનું નક્કી જ છે. હાલમાં જ બોની કપૂરે જલ્દી જ નો એન્ટ્રીની સીક્વલ લાવવાની જાહેરાત કરી છે. જો કે અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે આ વખતે સલમાન ખાને ફિલ્મનો ભાગ બનવાથી ઈન્કાર કરી દીધો છે. હવે સવાલ એ છે કે સલમાન નહીં તો એમની ભૂમિકા કોણ કરશે?
સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો દબંગ 3 20 ડિસેમ્બર 2019ના દિવસે રીલિઝ થવાની છે. સાથે જ ઈદ પર સલમાન ખાનની રાધે રીલિઝ થવા માટે તૈયાર છે. કિકની સફતા બાદ સલમાન ખાન કિક 2 લઈને આવી રહ્યા છે. સાથે જ આવતા વર્ષ ઈન્શાઅલ્લાહ સાથે પણ ચાહકોને ભેટ આપવા માટે સલમાન ખાન આવી રહ્યા છે.
આ પણ જુઓઃ લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી
ADVERTISEMENT
સલમાન ખાનની વૉન્ટેડ 2 પણ આવતા વર્ષે રીલિઝ થશે. સાથે તેઓ રેમો ડિસોઝા સાથે એક ડાન્સ ફિલ્મ કરી રહ્યા છે. મલયાલમ ફિલ્મ પુલીમુરુગનની હિન્દી રીમેકમાં પણ સલમાન ખાન જોવા મળશે. વધુ એક ફિલ્મ પણ આવવાની છે. જેનું ટાઈટલ ફાઈનલ નથી થયું.