નિખિલને સલમાન સાથે કામ કરીને બૉક્સ-ઑફિસનું પ્રેશર નથી લેવું
સલમાન ખાન
ફિલ્મમેકર નિખિલ અડવાણીએ સલમાન ખાનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો મસીહા કહ્યો છે. સાથે જ તેનું માનવું છે કે જો સલમાનની ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાથી ઓછો બિઝનેસ કરે તો તે ઉદાસ થઈ જાય છે. આ જ કારણ છે કે નિખિલને સલમાન સાથે કામ કરીને બૉક્સ-ઑફિસનું પ્રેશર નથી લેવું. બીજી તરફ સલમાન હંમેશાં મદદ માટે અડીખમ હોય છે એવું પણ તે જણાવે છે. અગાઉ ૨૦૦૭માં રિલીઝ થયેલી ‘સલામ-એ-ઇશ્ક’માં સલમાન સાથે નિખિલે કામ કર્યું હતું. નિખિલને કોઈ પણ પ્રકારના તાણ વિના શાંતિથી નિંદર જોઈએ છે. એ વિશે નિખિલ કહે છે, ‘સલમાન ખાનની ફિલ્મોએ ૩૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરવો જ રહ્યો. જો એનાથી ઓછો બિઝનેસ થયો તો તે નારાજ થઈ જાય છે. મારે એ બર્ડન નથી જોઈતું. મને રાતે શાંતિથી ઊંઘવું છે. ૩૦૦-૪૦૦ કરોડના બિઝનેસનું ભારણ મારે નથી જોઈતું. હું એ જ ફિલ્મો બનાવું છું જે મારે બનાવવાની ઇચ્છા હોય. સલમાન મને ગમે છે. તે મારા માટે મસીહા છે. તે કહે છે કે કોઈ પણ ઇમર્જન્સી હોય તો મને કૉલ કરવો. તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો મસીહા છે.’