ગઈ કાલે રાતે એનો પ્રીમિયર શો થવાનો હતો અને યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં થવાનો હતો
સલમાન ખાન
પમેલા ચોપડાના નિધનને કારણે સલમાન ખાને ગઈ કાલે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું પ્રીમિયર કૅન્સલ કર્યું હતું. ગઈ કાલે રાતે એનો પ્રીમિયર શો થવાનો હતો અને યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં થવાનો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીઝ એમાં હાજર રહેવાની હતી. ચોપડા ફૅમિલી સાથેના સંબંધોને જોતાં સલમાને પોતાની ફિલ્મનું પ્રીમિયર કૅન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. સલમાનની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ને યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી રહી છે.


