તમે એવા સમાજમાં રહો છો કે જ્યાં એકબીજાને સાથસહકાર આપવામાં આવે છે અને તમે જેવા છો એવા તમારો સ્વીકાર કરવામાં આવે છે. જોકે ઇન્ડસ્ટ્રીએ બનાવેલા નિયમોમાં તમે બંધ નથી બેસતા.
સૈયામી ખેર
સૈયામી ખેરને તેની કરીઅરની શરૂઆતમાં નાક અને હોઠની સર્જરી કરવાની સલાહ અપાઈ હતી. સૈયામીએ તેલુગુ ફિલ્મ ‘રે’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તેણે ૨૦૧૬માં આવેલી હિન્દી ફિલ્મ ‘મિર્ઝ્યા’ દ્વારા બૉલીવુડમાં આવી હતી. હવે અભિષેક બચ્ચન સાથેની તેની સ્પોર્ટ્સ-ડ્રામા ‘ઘૂમર’ આવી રહી છે. બૉલીવુડમાં આવતાં તેને કેવી ચૅલેન્જિસનો સામનો કરવો પડ્યો હતો એ વિશે સૈયામીએ કહ્યું કે ‘મેં જ્યારે શરૂઆત કરી ત્યારે અનેક લોકો એવા હતા જેમણે મને હોઠ અને નાકની સર્જરી કરવાની સલાહ આપી હતી. એથી એક ૧૮ વર્ષની યુવતીને આવી સલાહ આપવી મને અયોગ્ય લાગ્યું હતું. તમે એવા સમાજમાં રહો છો કે જ્યાં એકબીજાને સાથસહકાર આપવામાં આવે છે અને તમે જેવા છો એવા તમારો સ્વીકાર કરવામાં આવે છે. જોકે ઇન્ડસ્ટ્રીએ બનાવેલા નિયમોમાં તમે બંધ નથી બેસતા. આવા નિયમોની મને જરાપણ પરવા નથી. જોકે આશા રાખું છું કે આવી ધારણાઓ હંમેશાં માટે ઇન્ડસ્ટ્રીમાંથી દૂર થાય. શોબિઝમાં આપણે વિવિધતાનો સ્વીકાર કરવો રહ્યો.’


