મધર્સ ડે હોવાથી નસીમ બાનુને યાદ કરીને સાયરા બાનુએ કહ્યું...
સાયરા બાનુ, મમ્મી નસીમ બાનુ
સાયરા બાનુની કરીઅર બનાવવામાં તેમની મમ્મી નસીમ બાનુએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગઈ કાલે મધર્સ ડે હોવાથી સાયરા બાનુએ મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મારી પ્યારી મમ્મીએ આ દુનિયામાં મારી દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે મૉનિટર કરી હતી. ઉપરવાળાએ મને જે પણ આપ્યું છે એ બધું મારી મમ્મીને કારણે છે. અમારી ફૅમિલીમાં ચાર જણ હતા અને અમારું સિંગલ પેરન્ટ ફૅમિલી હતું. સોળ વર્ષની ઉંમરે મારી મમ્મીએ અમારા ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી. તેમણે મને અને મારા ભાઈને વિદેશમાં ભણાવ્યાં હતાં, પરંતુ વેકેશન માટે અમે હંમેશાં બૉમ્બે આવતાં. હું રાતોરાત સ્ટાર બની ગઈ હતી, કારણ કે લોકો નસીમ બાનુજીની દીકરીને જોવા માગતા હતા. તેમણે મારા ડ્રેસ-ડિઝાઇનથી લઈને મારા મેકઅપ અને મારા લુક દરેક વસ્તુની કાળજી રાખી હતી. ‘સાઝ ઔર આવાઝ’માં બ્લુ કૉન્ટૅક્ટ લેન્સ અને આઇ મેકઅપ સાથે એક્સપરિમેન્ટ કરીને મને લાજવાબ લુક આપ્યો હતો.’

