રણવીર સિંહે આની નકલ કરતાં ઊભા થયેલા વિવાદ પછી પહેલી વખત રિષબ શેટ્ટીએ પ્રતિક્રિયા આપી
રિષબ શેટ્ટી
રણવીર સિંહે થોડા દિવસ પહેલાં ગોવામાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના સ્ટેજ પર સાઉથના સ્ટાર રિષબ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચૅપ્ટર 1’ના એક દૃશ્યમાં દેવી ચામુંડાની નકલ કરીને અને તેમને ‘ફીમેલ ઘોસ્ટ’ ગણાવીને લોકોની ભાવનાઓને આઘાત પહોંચાડ્યો હતો. જોકે વિવાદ થતાં તેણે આ મામલે પછીથી માફી માગી લીધી હતી. હવે આ મામલે રિષબે પ્રતિક્રિયા આપી છે.
આ મામલા વિશે રિષબ શેટ્ટીએ કહ્યું હતું કે ‘આ બાબત મને અસ્વસ્થ કરે છે. ભલે ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો સિનેમા અને ઍક્ટિંગ પર આધારિત હોય, પરંતુ એમાં રહેલું દૈવી તત્ત્વ સંવેદનશીલ અને પવિત્ર છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકોને વિનંતી કરું છું કે તેઓ આને મંચ પર પર્ફોર્મ ન કરે કે એની મજાક ન ઉડાડે. આ બાબત આપણી ભાવનાઓ સાથે ઊંડાણથી જોડાયેલી છે.’


