હવે ક્રેવિંગ્સ થોડું ઘટી ગયું છે, કારણ કે ગર્ભમાં બાળકનો વિકાસ થવાથી પેટમાં ઓછી જગ્યા છે.
રિચા ચઢ્ઢાની તસવીર
રિચા ચઢ્ઢા તેની પ્રેગ્નન્સીના ત્રીજા ટ્રિમેસ્ટરમાં પહોંચવાની છે. એવામાં તેણે જણાવ્યું છે કે તેને શું ખાવાનું મન થાય છે. પ્રેગ્નન્સીનો અનુભવ શૅર કરતાં રિચા કહે છે, ‘પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાઓને વિવિધ પકવાનો ખાવાની ઇચ્છા થાય છે એવું કહેવામાં આવે છે. પહેલા ટ્રિમેસ્ટરમાં મને હેલ્ધી ફૂડ, ટમેટાં, ખારા પદાર્થો અને ઑલિવ્સ ખાવાની ઇચ્છા થતી હતી. ત્યાર બાદ તો મને ઠંડા પદાર્થો જેવા કે નારિયેળપાણી અને લીંબુપાણી પીવાની ઇચ્છા થતી હતી. હું હવે મારા ત્રીજા ટ્રિમેસ્ટરમાં પહોંચવાની છું. હવે ક્રેવિંગ્સ થોડું ઘટી ગયું છે, કારણ કે ગર્ભમાં બાળકનો વિકાસ થવાથી પેટમાં ઓછી જગ્યા છે. મને હવે મોટા ભાગે ઘરે બનાવેલું, સ્વચ્છ ભોજન, ફ્રૂટ્સ, સૅલડ્સ, નટ્સ અને દાળ-ભાત ખાવાં ગમે છે. ઇચ્છા અનુસાર હું આઇસક્રીમ કાં તો યોગર્ટ અથવા તો સીઝનલ ફ્રૂટ્સ જેમ કે હાલમાં હું કેરી ખાઉં છું.’

