બન્નેએ ૨૦૨૦માં સ્પેશ્યલ મૅરૅજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ પહેલા બાળકના પેરન્ટ્સ બનવાના છે. એની જાહેરાત તેમણે સોશ્યલ મીડિયામાં કરી છે. બન્નેએ ૨૦૨૦માં સ્પેશ્યલ મૅરૅજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. આ બન્નેની મુલાકાત ૨૦૧૨માં આવેલી ‘ફુકરે’ના સેટ પર થઈ હતી. આ બન્નેએ તેમના પ્રોડક્શન હાઉસ પુશિંગ બટન્સ સ્ટુડિયો હેઠળ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ નામની પહેલી ફિલ્મ બનાવી છે. હવે આ બન્ને તેમની લાઇફમાં એક નવા ચૅપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અલી સાથેનો રોમૅન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિચાએ કૅપ્શન આપી હતી, ‘એક નાનકડી ધડકન અમારી દુનિયામાં એક તેજ અવાજ લાવી રહી છે.’