ફિલ્મમેકર્સની શરૂઆતથી જ ઇચ્છા રહી છે કે ફિલ્મમાં કરીનાની એન્ટ્રી થાય.
યશ
કરીના કપૂર ખાન હિન્દી-કન્નડ ફિલ્મ ‘ટૉક્સિક’માં જોવા મળશે એવી શક્યતા છે. આ ફિલ્મમાં તે ‘KGF’માં જોવા મળેલા યશની બહેનનો રોલ કરવાની છે. છેલ્લા થોડા સમયથી એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં તે યશ સાથે રોમૅન્સ કરતી દેખાવાની છે. જોકે આ ફિલ્મમાં યશની લીડિંગ લેડીના રોલમાં કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મમાં કરીનાનો રોલ પાવરફુલ રહેવાનો છે. ફિલ્મની સ્ટોરી ભાઈ-બહેનની આસપાસ રહેશે. ફિલ્મમેકર્સની શરૂઆતથી જ ઇચ્છા રહી છે કે ફિલ્મમાં કરીનાની એન્ટ્રી થાય. તેનો આ રોલ હટકે રહેવાનો છે. જોકે ફિલ્મમાં તેની એન્ટ્રી વિશે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

