રવીના ટંડને જણાવ્યું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો પોતાને અસલામત અનુભવતા હોય છે.
રવીના ટંડન
રવીના ટંડને જણાવ્યું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો પોતાને અસલામત અનુભવતા હોય છે. આ જ કારણ છે કે તેઓ અન્ય લોકોની સફળતા જોઈ નથી શકતા. પોતે પૉલિટિક્સનો ભોગ બની હોવાનું જણાવતાં રવીના ટંડન કહે છે, ‘કેટલાક લોકો ઇનસિક્યૉર હોય છે અને તેઓ અન્યની સફળતા જોઈ નથી શકતા. તેઓ સામેવાળી વ્યક્તિને નીચે પાડવાનો પ્રયાસ કરતા હોય છે. રિલેશનશિપ્સ દ્વારા અથવા તો તમારા ગ્રુપમાં તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે તેઓ બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ દ્વારા તમારી નજીક આવીને પણ તમારું અપમાન કરતા હોય છે. અમારી ઇન્ડસ્ટ્રી સ્પર્ધાત્મક છે, પરંતુ કઈ ઇન્ડસ્ટ્રી કૉમ્પિટિટિવ નથી હોતી? પૉલિટિક્સ અને કૉર્પોરેટ્સમાં પણ આવું થાય છે. ફરક માત્ર એટલો જ છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એ વિશે બધું લખવામાં આવે છે, કારણ કે લોકોને ફેમસ લોકોની ગૉસિપમાં વધુ રસ હોય છે. લોકો પણ અહીં પૉલિટિક્સ કરતા હોય છે. મારી સાથે પણ આવું થયું છે.’