Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્માની હિરોઇન બનશે રવીના ટંડન?

કપિલ શર્માની હિરોઇન બનશે રવીના ટંડન?

Published : 04 March, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ માટે બનાવાઈ રહ્યો છે

પ્રોજેક્ટ માર્ચ મહિનામાં ટાઇટ પ્લાન સાથે ફ્લોર પર જશે

પ્રોજેક્ટ માર્ચ મહિનામાં ટાઇટ પ્લાન સાથે ફ્લોર પર જશે


ઍક્ટર અને કૉમેડિયન કપિલ શર્મા છેલ્લે ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’માં જોવા મળ્યો હતો પણ આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. આ ફિલ્મ ફ્લૉપ થયા બાદ હવે કપિલ નવા પ્રોજેક્ટ માટે તૈયાર થઈ ગયો છે. રિપોર્ટ મુજબ કપિલ ટૂંક સમયમાં ડિરેક્ટર શરત કટારિયાના નેટફ્લિક્સ પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે અને રસપ્રદ વાત એ છે કે આ પ્રોજેક્ટમાં કપિલ સામે રવીના ટંડનને સાઇન કરવાની ચર્ચા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ માટે બનાવાઈ રહ્યો છે એટલે એ થિયેટરમાં નહીં પરંતુ સીધો ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. જોકે હજી સુધી નેટફ્લિક્સ અથવા ટીમ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રિપોર્ટ પ્રમાણે પહેલી માર્ચે આ પ્રોજેક્ટ માટે લુક-ટેસ્ટ અને ફોટોશૂટ શેડ્યુલ કરવામાં આવ્યું હતું. આશા છે કે પ્રોજેક્ટ માર્ચ મહિનામાં ટાઇટ પ્લાન સાથે ફ્લોર પર જશે. જોકે હજી સ્પષ્ટ નથી કે આ પ્રોજેક્ટ ફિલ્મ છે કે વેબ-સિરીઝ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK