તે છેલ્લા બે મહિનાથી પુસ્તકો વાંચી રહી છે
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાને ૨૮ વર્ષ બાદ અહેસાસ થયો કે બુક્સ વાંચવામાં મજા પડી રહી છે. તે છેલ્લા બે મહિનાથી પુસ્તકો વાંચી રહી છે. સાથે જ તેણે ફૅન્સ પાસે સલાહ પણ માગી છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર રશ્મિકાએ લખ્યું છે, ‘છેલ્લા બે મહિનાથી હું બુક્સ વાંચી રહી છું. મને વિશ્વાસ નથી બેસતો કે મને ૨૮ વર્ષ લાગ્યાં એ જાણવામાં કે વાંચનમાં કેટલી મજા પડે છે. અગાઉ પણ હું વાંચતી હતી, પરંતુ એવી બુક મળતી નહોતી જેને હું એન્જૉય કરી શકું અને પૂરી વાંચી શકું. મેં રૉમ-કૉમ વાંચવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે મારે જલદી એ વાંચવાની જરૂર હતી. પ્લીઝ, તમારી કોઈ ફેવરિટ બુક્સ હોય તો મને કહેજો, હું એ પણ વાંચવા માગું છું.’


