રાકેશ બાપટે ગયા વર્ષે પોતાની આ કળાનું પ્રદર્શન બિગબૉસના ઘરમાં કર્યું હોવાથી તે આ માટે ખૂબ જ જાણીતા થયા છે. એક્ટરએ અન્ય ઘણાં એક્ટરઓને મૂર્તિ કઈ રીતે ઘડાય તે પણ શીખવ્યું છે.
રાકેશ બાપટ
બિગબૉસ ઓટીટી ફેમ એક્ટર રાકેશ બાપટ એક બહેતરીન મૂર્તિકાર છે. તે દર વર્ષે પોતાના હાથે ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવે છે. રાકેશ બાપટે ગયા વર્ષે પોતાની આ કળાનું પ્રદર્શન બિગબૉસના ઘરમાં કર્યું હોવાથી તે આ માટે ખૂબ જ જાણીતા થયા છે. એક્ટરએ અન્ય ઘણાં એક્ટરઓને મૂર્તિ કઈ રીતે ઘડાય તે પણ શીખવ્યું છે.
આ વર્ષે પણ લગભગ ગણેશોત્સવ કોરોનાના આવ્યા પહેલા જે રીતે ઊજવવામાં આવતો હતો તે રીતે ઉજવાય છે, એવું કહેવામાં આવે છે કે તમારા પ્રેમને કારણે તે પોતાના ગણેશપ્રેમને વ્યક્ત કરતા એક ડગલું આગળ વધ્યા છે અને તેમણે પોતાનું ગણપતિ બૉક્સ બનાવ્યું છે.
ADVERTISEMENT
રાકેશે જણાવ્યું કે, "આ બધા વર્ષોમાં એટલા બધા લોકો મને પૂછી રહ્યાં છે કે હું આ કેવી રીતે કરું છું અને મને લાગે છે કે મારી પાસે ખરેખર કોઈ સલાહકાર રહ્યા નથી. જો કે કળા વહેંચવાથી વધારે સારું કંઈ નથી અને આથી બૉક્સ જેને મેં વ્યક્તિગત રૂપે ક્યૂરેટ કર્યું છે મૂર્તિને તરાશવા માટે જરૂરી બધી જ વસ્તુઓ હશે અને આની સાથે એક ટ્યૂટોરિયલ વીડિયો પણ હશે જે નિર્દેશ માટે જોઈ શકાય છે. હું ખૂબ જ ઉત્સાહિત છું અને હું કળા, કલ્પના અને રચનાત્મકતાના પ્રેમને વ્યક્ત કરવા માટે બધાંની રાહ જોઈ શકતો નથી. મારી સાથે, મારે માટે આ સકારાત્મકતાસભર વર્ષનો એક ખાસ સમય છે અને મને આશા છે કે આ વર્ષે ગણેશોત્સવ સાથે હું તે સકારાત્મકતા વધારી શકીશ."
આ વર્ષની ઉજવણી વિશે પૂછવા પર, તેમણે કહ્યું, "હું મારા પરિવાર સાથે ગણેશોત્સવ ઊજવવાની આશા રાખું છું અને મારો જન્મદિવસ પણ વિસર્જનના દિવસે આવે છે. હું આથી વધુ તો શું માગું... આ મારી મા સાથે એક સુંદર ઉજવણી હશે અને આ વખતે તો બહેન અને ભત્રીજી પણ હશે."
વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાકેશ બાપટ છેલ્લે બ્લૉકબસ્ટર મરાઠી ફિલ્મ `સરસેનાપતિ હમ્બીરાવ`માં એક વિરોધી તરીકે જોવા મળ્યા હતા.

