દીપિકા હાલમાં પ્રેગ્નન્ટ છે એટલે રણવીર પત્ની સાથે સમય પસાર કરી રહ્યો છે.
રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે ડિનર-ડેટ પર
રણવીર સિંહ સોમવારે રાતે પત્ની દીપિકા પાદુકોણ સાથે ડિનર-ડેટ પર જોવા મળ્યો હતો. તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટી માટે યુરોપ ગયો હતો. પત્નીથી ચાર-પાંચ દિવસ દૂર રહ્યા બાદ તે જેવો મુંબઈ આવ્યો કે તરત પત્ની સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો. દીપિકા હાલમાં પ્રેગ્નન્ટ છે એટલે રણવીર પત્ની સાથે સમય પસાર કરી રહ્યો છે.

