રણવીર સિંહે ‘રાક્ષસ’ છોડી દીધી હોવાની ચર્ચા વિશે ડિરેક્ટર પ્રશાંત વર્માએ કહ્યું...
ડિરેક્ટર પ્રશાંત વર્મા
રણવીર સિંહે થોડા દિવસ શૂટિંગ કર્યા બાદ મતભેદને કારણે ‘રાક્ષસ’ છોડી દીધી હોવાની વાતને ડિરેક્ટર પ્રશાંત વર્માએ ફગાવી દીધી છે. જોકે તેણે તેની ઑફિસમાં હાજરી આપી હતી એ વિશે પ્રશાંત કહે છે, ‘રણવીર સિંહની પોતાની સ્ટાઇલ છે. તે પોતાની સંપૂર્ણ ટીમ સાથે મારી ઑફિસમાં આવ્યો હતો. જોકે સાઉથમાં કામ કરવાની સ્ટાઇલ અલગ છે. અહીં દરેક વ્યક્તિ એક ટીમ તરીકે કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પર સત્તા જમાવવાની કોશિશ નથી કરતી.’
થોડા દિવસ શૂટિંગ કર્યા બાદ એ ફિલ્મ છોડી દેવાની વાત વિશે પ્રશાંત વર્મા કહે છે, ‘ત્રણ-ચાર દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું હતું એ વાત ખોટી છે. અમે તેની લુક-ટેસ્ટ કરી હતી. મને નથી ખબર કે આ અફવાઓ ક્યાંથી આવી. હું એમાં પડવા પણ નથી માગતો.’


