જિયો સ્ટુડિયોઝને ફિલ્મની સ્ટોરી ખૂબ પસંદ પડી છે અને તેઓ ભવ્ય ફિલ્મ બનાવવા માગે છે
રણવીર સિંહ
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોભાલની લાઇફ પર આધારિત હશે. અજિત ડોભાલની કરીઅરની શરૂઆતના સમય પર એમાં પ્રકાશ પાડવામાં આવશે. રણવીર સિંહ આ ફિલ્મમાં પંજાબના યુવકનું પાત્ર ભજવશે. આ જ કારણ છે કે તેણે દાઢી અને વાળ વધાર્યાં છે. આ ફિલ્મની થોડા સમય પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં આર. માધવન અને અક્ષય ખન્ના ઇન્ડિયન ઇન્ટેલિજન્સમાં સિનિયર ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. સંજય દત્ત અને અર્જુન રામપાલ પણ અગત્યનો રોલ ભજવશે. ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી શરૂ થઈ ગયું છે. આ ઍક્શનથી ભરપૂર ફિલ્મમાં ભારત-પાકિસ્તાનનો મુદ્દો પણ દેખાડવામાં આવશે. આદિત્ય ધર એનો ડિરેક્ટર અને જિયો સ્ટુડિયોઝ પ્રોડ્યુસર છે. જિયો સ્ટુડિયોઝને ફિલ્મની સ્ટોરી ખૂબ પસંદ પડી છે અને તેઓ ભવ્ય ફિલ્મ બનાવવા માગે છે. ફિલ્મનું શૂટિંગ ભારત, કૅનેડા અને થાઇલૅન્ડમાં થશે. ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે.

