આ ફિલ્મ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે
રણવીર સિંહ ‘ધુરંધર’માં
સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ને રિલીઝ માટે પરવાનગી આપી દીધી છે. આ ફિલ્મ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. હકીકતમાં અશોક ચક્રથી સન્માનિત શહીદ મેજર મોહિત શર્માનાં માતા–પિતાએ ફિલ્મની રિલીઝ રોકવાની માગણી કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ તેમના દીકરાની જિંદગી પર આધારિત છે, પરંતુ ફિલ્મમેકર્સે પરિવાર અથવા આર્મી પાસેથી કોઈ પરવાનગી લીધી નથી.
રિપોર્ટ પ્રમાણે સેન્સર બોર્ડે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ‘ધુરંધર’નો મેજર મોહિત શર્માની સાચી જિંદગી સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી. બોર્ડે જણાવ્યું છે કે આ માત્ર એક કાલ્પનિક વાર્તા છે. બોર્ડે એ પણ જણાવ્યું કે ફિલ્મને રિલીઝ કરતાં પહેલાં ભારતીય સેના પાસે મોકલવાની કોઈ જરૂરિયાત નથી અને સેન્સર બોર્ડ એના નિયમો મુજબ સર્ટિફિકેશન-પ્રક્રિયા આગળ વધારશે.


