આ પ્રોજેક્ટને ટ્રિલૉજી તરીકે રજૂ કરવાની યોજના છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે થઈ શકે છે.
રણવીર સિંહ અને આદિત્ય ધર
રણવીર સિંહ સાથે ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો આપનાર દિગ્દર્શક આદિત્ય ધર હવે તેની સાથે એક નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ભારતીય ઇતિહાસના મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની વાર્તા પર આધારિત હોઈ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે હાલમાં આદિત્ય ધર ત્રણ સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યો છે જેમાં ધ ઇમૉર્ટલ અશ્વત્થામા, એક ઐતિહાસિક મહાકાવ્ય અને બિગ બજેટ સ્પોર્ટ્સ ડ્રામાનો સમાવેશ થાય છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી આદિત્ય ધર ભારતના પ્રાચીન રાજાઓના ઇતિહાસ પર ઊંડો અભ્યાસ કરી રહ્યો છે. આ કારણોસર માનવામાં આવી રહ્યું છે કે તેની આગામી ફિલ્મ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા સ્થિત હશે. જોકે હજી સ્પષ્ટ નથી કે મુખ્ય પાત્ર ચંદ્રગુપ્ત મૌર્ય જ હશે કે નહીં. આ ઉપરાંત ફિલ્મમાં વિક્રમાદિત્ય અને સમુદ્રગુપ્ત જેવા મહાન રાજાઓની વાર્તા પણ જોવા મળી શકે છે. આ પ્રોજેક્ટને ટ્રિલૉજી તરીકે રજૂ કરવાની યોજના છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે થઈ શકે છે.
