આલિયાને ખોટી રીતે ટાર્ગેટ કરનાર કંગના રનૌતનો ઊધડો લેતાં રણદીપ હૂડાએ કહ્યું...
રંદીપ હૂડા , કંગના રનૌત
કંગના રનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કેટલાક ઍક્ટર્સને લઈને બેફામ નિવેદનો આપતી રહે છે. ૨૦૧૯માં તેણે આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બૉય’ને લઈને તેની નિંદા કરી હતી અને એ વખતે રણદીપ હૂડાએ આલિયાનો સપોર્ટ કર્યો હતો. આલિયાએ એ સમયે એટલું જ કહ્યું હતું કે તેનામાં કંગનાની જેમ બોલવાની ક્ષમતા નથી. આલિયા અને રણદીપે ‘હાઇવે’માં સાથે કામ કર્યું હતું. આલિયા વિશે હાલમાં સવાલ કરવામાં આવતાં રણદીપ કહે છે, ‘મેં જોયું છે કે તે હંમેશાં કંઈક હટકે કરવાનો પ્રયાસ કરતી હોય છે. હું તેની પડખે ઊભો હતો, કારણ કે તેને નાહક ટાર્ગેટ કરવામાં આવી હતી.’
કંગનાનો ઊધડો લેતાં રણદીપ કહે છે, ‘તમને કોઈ વસ્તુ ન મળી હોય અને એ માટે તમે તમારા સહ ઍક્ટર્સને, કલીગ્સને અથવા તો ફ્રૅટર્નિટીને ટાર્ગેટ કરો એ ખોટું છે. તમને ઇન્ડસ્ટ્રીમાંથી ઘણુંબધું મળ્યું છે. એ વખતે મને આલિયાનો સપોર્ટ કરવાનું યોગ્ય લાગ્યું એટલે મેં તેનો પક્ષ લીધો હતો.’

