આ વિડિયોને જોઈને તેની પત્ની આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર ઇમ્પ્રેસ થઈ ગયાં છે
રણબીરનો વર્કઆઉટ વિડિયો વાયરલ થયો છે
રણબીર કપૂરનો વર્કઆઉટ એટલે કે એક્સરસાઇઝ કરતો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોને જોઈને તેની પત્ની આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર ઇમ્પ્રેસ થઈ ગયાં છે. નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે તે બૉડી બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં તે રામનું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્ર માટે તેનો ટ્રેઇનર રણબીર પાસે ખૂબ જ સખત ટ્રેઇનિંગ કરાવી રહ્યો છે. રણબીરનો વિડિયો પણ તેના ટ્રેઇનરે જ શૅર કર્યો હતો, જેનાથી આલિયા અને અર્જુન બન્ને ઇમ્પ્રેસ થઈ ગયાં હતાં. જોકે કેટલાક યુઝર તેને ખૂબ જ હૉટ અને ‘સંતૂર ડૅડી’ કહી રહ્યા છે.

