તેના લુકમાં થયેલા ભારે ફેરફારને પગલે આવો આરોપ મુકાયો છે અને તેણે હવે એની સ્પષ્ટતા કરી દીધી છે
રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ હાલમાં સોશ્યલ મીડિયા પર તેના પર લાગેલા પ્લાસ્ટિક સર્જરીના આરોપોને લઈને ચર્ચામાં છે. પોતાની જાતને ડૉક્ટર અને પ્લાસ્ટિક સર્જ્યન તરીકે ઓળખાવતી એક વ્યક્તિએ રકુલની તસવીરો શૅર કરીને દાવો કર્યો છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ પોસ્ટ વાઇરલ થતાં રકુલે જવાબ આપીને આ આરોપને ખોટા ગણાવ્યા છે. રકુલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ફિટનેસ, ડાયટ અને મહેનતથી પણ દેખાવમાં ફેરફાર થાય છે અને ‘વેઇટલૉસ’ નામની પણ કોઈ વસ્તુ હોય છે. રકુલે આવા ફ્રૉડ ડૉક્ટર્સથી સાવધાન રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે આવા લોકો પાસે ડૉક્ટરનું લાઇસન્સ હોય તો પણ ડર લાગે છે.


