રિપોર્ટ પ્રમાણે ઍક્ટ્રેસ સમગ્ર ગર્ભાવસ્થા દરમ્યાન ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે
દીપિકા હાલમાં અલ્લુ અર્જુન સાથે ‘રાકા’માં કામ કરી રહી છે
દીપિકા પાદુકોણે રવિવારે સોશ્યલ મીડિયા દ્વારા તે બીજી વખત મમ્મી બનવાની છે એવા ખુશખબર શૅર કર્યા છે. હવે ખબર પડી છે કે દીપિકા પોતાની પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખવાની છે. દીપિકાની આગામી ફિલ્મ ‘રાકા’ના પ્રોડક્શન સાથે જોડાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે તે હાલમાં પ્રેગ્નન્સી દરમ્યાન પણ ‘રાકા’ માટે ઇન્ટેન્સ ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહી છે અને સમગ્ર ગર્ભાવસ્થા દરમ્યાન આ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે.
દીપિકા હાલમાં અલ્લુ અર્જુન સાથે ‘રાકા’માં કામ કરી રહી છે. આ એક સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ આગામી વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની સંભાવના છે.
