આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ છે અને એમાં પહેલી વખત રાજામૌલી અને માધવન સાથે કામ કરશે.
આર. માધવન
‘બાહુબલી’ અને ‘RRR’ જેવી સુપરહિટ ફિલ્મો જોયા બાદ હવે ફૅન્સ એસ. એસ. રાજામૌલીની પ્રિયંકા ચોપડા સાથેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એસ. એસ. રાજામૌલી હાલમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા સાથે એક જંગલ ઍડ્વેન્ચર ફિલ્મ બનાવી રહ્યા છે. હવે ખબર આવી છે કે આ ફિલ્મમાં એક મહત્ત્વના રોલ માટે આર. માધવનને સાઇન કરવામાં આવ્યો છે. જોકે નિર્માતાઓએ હજી સુધી એની પુષ્ટિ કરી નથી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ છે અને એમાં પહેલી વખત રાજામૌલી અને માધવન સાથે કામ કરશે.

