ક્રીતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે ૧૫ માર્ચે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં.
પુલકિત સમ્રાટ
ક્રીતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે ૧૫ માર્ચે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ નવી દુલ્હન તેના પરિવાર માટે સૌથી પહેલાં મીઠી વસ્તુ બનાવે છે એવી પરંપરા છે. એ પ્રથાને પુલકિતે ક્રીતિના કુટુંબ માટે પણ ભજવી હતી. તેણે શીરો બનાવ્યો હતો. એનો ફોટો ક્રીતિએ શૅર કર્યો હતો. કિચનમાં શીરો બનાવતો પુલકિતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રીતિએ કૅપ્શન આપી હતી, ‘ગ્રીન ફ્લૅગ અલર્ટ. ગઈ કાલે ખૂબ અગત્યની ઘટના બની એથી મને તેના પર વધુ ને વધુ પ્રેમ થઈ ગયો. મેં વિચાર્યું નહોતું કે આવું પણ થશે, પરંતુ હા એવું થયું. ગઈ કાલે પુલકિત કી પહલી રસોઈ હતી. હું કિચનમાં ગઈ અને જોયું તો તે હલવો બનાવી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે તું આ શું કરે છે? તો તેણે સામાન્ય રીતે જવાબ આપ્યો, ‘હલવા બના રહા હૂં. ઇટ્સ માય પહલી રસોઈ.’ મેં તેની મજાક ઉડાડતાં કહ્યું કે પહલી રસોઈ લડકી કી હોતી હૈ બેબી. તો તેણે કહ્યું કે ‘એ તો મૂર્ખામી કહેવાય. આપણે બન્નેએ નક્કી કર્યું હતું કે આપણે બધી જવાબદારીઓ સાથે મળીને ભજવીશું. દિલ્હીમાં તેં આપણા પરિવાર માટે પહેલી રસોઈ બનાવી હતી. તો બૅન્ગલોરમાં મેં આપણા પરિવાર માટે પહેલી રસોઈ બનાવી. સિમ્પલ.’
‘તેણે સિમ્પલ શબ્દ કહીને દરેક વસ્તુને સહેલાઈથી બદલી નાખી. પુલકિત સમ્રાટ મારા માટે તું બેસ્ટ છે. તારી સાથે લગ્ન કરવાનો મેં જે નિર્ણય લીધો એ યોગ્ય છે. એને માટે તારો આભાર. તુ સબ્ર કા ફલ હૈ બેબી, સબસે મીઠા.’
થૂ થૂ થૂ... (નજર ન લાગે માટે)
તા.ક. ‘હું આ ફોટો ક્લિક કરતી વખતે અતિશય ઇમોશનલ થઈ ગઈ હતી, પરંતુ દુનિયાને આ વસ્તુ દેખાડવા માગતી હતી.’