ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના મૃત્યુ બાદ અમરિકન પોલીસના વલણ પર પ્રિયંકા ચોપડા જોનસ ગુસ્સે ભરાઈ છે.
ભારતીય સ્ટુડન્ટના મૃત્યુ પર મજાક કરતી અમેરિકન પોલીસ પર રોષે ભરાઈ પ્રિયંકા
ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના મૃત્યુ બાદ અમરિકન પોલીસના વલણ પર પ્રિયંકા ચોપડા જોનસ ગુસ્સે ભરાઈ છે. આ વર્ષે જાન્યુઆરીમાં સીએટલમાં જાહ્નવીનું પોલીસની કાર સાથે થયેલી અથડામણમાં અવસાન થયું હતુ. એ ઍક્સિડન્ટમાં જાહ્નવી ૧૦૦ ફુટ સુધી દૂર ફંગોળાઈ હતી. ત્યાર બાદ એ પોલીસ અન્ય ઑફિસરને ફોન કરીને હસતાં-હસતાં જણાવે છે કે જે યુવતીનું મૃત્યુ થયું છે તેની કોઈ વૅલ્યુ નથી. આ વાત હવે ફેલાઈ છે અને તેની નિંદા થઈ રહી છે. સૌકોઈ જાહ્નવીને ન્યાય મળે એ માટે પહેલ કરી રહ્યા છે. જાહ્નવીનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘આ ખરેખર ભયાનક છે કે આ કરપીણ ઘટના ૯ મહિના પહેલાં થઈ છે અને હવે એ પ્રકાશમાં આવી છે. લાઇફ તો લાઇફ છે. કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય કોઈ ન આંકી શકે.’
હસબન્ડ નિકનો બર્થ-ડે સેલિબ્રેટ કરવાને લાઇફનો અતિશય આનંદ માને છે પ્રિયંકા
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા જોનસ તેના અમેરિકન સિંગર હસબન્ડ નિક જોનસનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે અને એને તે જીવનનો અતિશય આનંદ ગણે છે. આ બન્નેએ ૨૦૧૮માં રાજસ્થાનમાં ભવ્ય રીતે લગ્ન કર્યાં હતાં. સરોગસીથી તેઓ એક દીકરીના પેરન્ટ્સ બન્યા છે. નિક સાથેનો રોમૅન્ટિક ફોટો પ્રિયંકા સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. નિકને બર્થ-ડે વિશ કરતા તેના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. એક ફોટોમાં પ્રિયંકા તેને કિસ કરી રહી છે. બીજા ફોટોમાં નિક ગૉલ્ફ રમી રહ્યો છે, તો અન્ય એક ફોટોમાં નિક અને તેમની દીકરી માલતી મૅરી દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘તને સેલિબ્રેટ કરવો એ મારી લાઇફનો અતિશય આનંદનો દિવસ છે. તેં મને એ દિશામાં આગળ વધારી છે જે શક્ય જ નહોતું. એવી શાંતિનો એહસાસ થયો છે જે મને કદી નહોતી મળી અને તારા જેવો પ્રેમ મળ્યો. આઇ લવ યુ માય બર્થ-ડે ગાય. આશા છે તારાં તમામ સપનાં પૂરાં થાય. હૅપી બર્થ-ડે બેબી.’

