પ્રિયંકાએ આ ઍડ્સ શૅર કરીને લખ્યું હતું કે આ જાહેરાતો મને કેટલાંય વર્ષ પાછળ લઈ ગઈ
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર અમૂલ બટરની એવી કેટલીક ઍડ્સ શૅર કરી હતી જે તેની ફિલ્મો પર આધારિત હતી. હકીકતમાં આ ઍડ્સ પ્રિયંકાને કોઈએ મોકલી હતી જે તેણે પોતાના ફૉલોઅર્સ સાથે શૅર કરી હતી. આ ઍડ્સ પ્રિયંકાની ફિલ્મો ‘બર્ફી’, ‘દોસ્તાના’, ‘ડૉન 2’, ‘દિલ ધડકને દો’, ‘મૅરી કૉમ’ તથા તેની હૉલીવુડની સિરીઝ ‘ક્વૉન્ટિકો’ પર આધારિત છે. પ્રિયંકાએ આ ઍડ્સ શૅર કરીને લખ્યું હતું કે આ જાહેરાતો મને કેટલાંય વર્ષ પાછળ લઈ ગઈ, આ દરેક ક્ષણ મારી સ્મૃતિમાં અંકિત છે.


