Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂત બંગલામાં અક્ષય કુમારે હિરોઇન તબુનો રોલ કપાવ્યો?

ભૂત બંગલામાં અક્ષય કુમારે હિરોઇન તબુનો રોલ કપાવ્યો?

Published : 03 May, 2026 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી ચર્ચા વિશે ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને કહ્યું કે જે કોઈ આવી અફવાઓ ફેલાવી રહ્યું છે તેને શરમ આવવી જોઈએ

ભૂત બંગલામાં અક્ષય કુમારે હિરોઇન તબુનો રોલ કપાવ્યો?

ભૂત બંગલામાં અક્ષય કુમારે હિરોઇન તબુનો રોલ કપાવ્યો?


હાલમાં ચર્ચા છે કે ‘ભૂત બંગલા’ની રિલીઝ પછી ફિલ્મની ઍક્ટ્રેસ તબુ તેના સહકલાકાર અક્ષય કુમારથી નારાજ છે, કારણ કે તેને લાગે છે કે અક્ષય કુમારના કહેવાથી જ ફિલ્મમાંથી તેના સીન કાપી નાખવામાં આવ્યા છે. આ મામલે ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શનને પૂછવામાં આવ્યું તો તેણે આ વાતનો ઇનકાર કરીને એને અફવા ગણાવી છે. હાલમાં કેટલાક રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે તબુ ફિલ્મના નિર્માતાઓથી આ વાતને લઈને નારાજ હતી કે તેના રોલનો મહત્ત્વનો ભાગ ફિલ્મમાંથી કાપી નાખવામાં આવ્યો હતો જેના કારણે ઘણું શૂટિંગ કરવા છતાં તેનો સ્ક્રીન-ટાઇમ ખૂબ ઓછો રહ્યો. જોકે પ્રિયદર્શને આ તમામ દાવાઓને નકારી કાઢ્યા  છે. આ ચર્ચાની સ્પષ્ટતાં કરતાં પ્રિયદર્શને કહ્યું કે ‘મને ખબર નથી કે આ નકારાત્મક સમાચાર કોણ અને શા માટે ફેલાવી રહ્યું છે. હું ‘ભૂત બંગલા’નો ડિરેક્ટર છું અને શું રાખવું અને શું નહીં એ હું જ નક્કી કરું છું. ફિલ્મ ખૂબ સફળ રહી છે છતાં કેટલાક લોકો નકારાત્મકતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તબુ બિલકુલ પરેશાન નથી. મેં તેની સાથે આઠ ફિલ્મો કરી છે અને જો તેને કોઈ સમસ્યા હોત તો ચોક્કસ મને જણાવત. તે ખુશ છે. તબુએ જે પણ શૂટ કર્યું છે એ ફિલ્મમાં છે. અક્ષયે મને ફિલ્મનો કોઈ ભાગ એડિટ કરવા કહ્યું નથી. તે ક્યારેય એવું કહેતો નથી. હું ઈમાનદારીથી મારું કામ કરું છું અને દરેક કલાકાર ફિલ્મની રિલીઝ પહેલાં આવીને એને જુએ છે. જે કોઈ આવી અફવાઓ ફેલાવી રહ્યું છે તેને શરમ આવવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK