Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોન્નિયિન સેલ્વન 2 રિવ્યુ: મણિ રત્નમની કમાલ

પોન્નિયિન સેલ્વન 2 રિવ્યુ: મણિ રત્નમની કમાલ

29 April, 2023 04:50 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

આ પાર્ટમાં તેમણે ઘણી લિબર્ટી લીધી છે અને કેટલીક બોલ્ડ ચૉઇસને કારણે ફિલ્મ વધુ ગ્રૅન્ડ બની છે : ઐશ્વર્યાની કાતિલ સુંદરતા અને એ. આર. રહમાનના મ્યુઝિકે ચાર ચાંદ લગાવી દીધા છે

પોન્નિયિન સેલ્વન 2

ફિલ્મ રિવ્યુ

પોન્નિયિન સેલ્વન 2


ફિલ્મ: પોન્નિયિન સેલ્વન 2 

કાસ્ટ: વિક્રમ, જયરામ રવિ, કાર્તી, ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા, ઐશ્વર્યા લક્ષ્મી, સોભિતા ધુલિપલા



ડિરેક્ટર: મણિ રત્નમ


‘પોન્નિયિન સેલ્વન 2’ ગઈ કાલે રિલીઝ થઈ છે. મણિ રત્નમે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અને પહેલા પાર્ટને લઈને લોકોની જે કમ્પ્લેઇન્ટ હતી એ આ પાર્ટમાં જોવા નહીં મળે.

આ ફિલ્મનો પહેલો પાર્ટ ‘પોન્નિયિન સેલ્વન 1’જ્યાંથી પૂરો થયો હતો ત્યાંથી જ સ્ટોરી શરૂ થાય છે, પરંતુ થોડા ટ્વિસ્ટ સાથે. પહેલા પાર્ટમાં જયરામ રવિનું પાત્ર અરુણમોઝી એટલે કે પોન્નિયિન સેલ્વનનું મૃત્યુ થાય કે બચી જાય એને લઈને સવાલ હતો. તેને એક બુદ્ધિસ્ટ વ્યક્તિ દ્વારા બચાવી લેવામાં આવે છે અને મૉનેસ્ટરીમાં તેની સેવા કરવામાં આવે છે. જોકે આ સ્ટોરી શરૂ થાય એ પહેલાં નંદિની એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમના પાત્ર કરિકલનની મુલાકાત કેવી રીતે થઈ હતી અને તેમની વચ્ચેને પ્રેમ દેખાડવામાં આવ્યો છે. પ્રેમ ટૉક્સિક કોને કહેવાય એ આ ફિલ્મ પરથી જોઈ શકાય છે. બન્ને એકબીજામાંથી નેગેટિવ વસ્તુને વધુ બહાર કાઢે છે, પરંતુ બન્ને એકબીજાને નફરત કરી શકે એમ નથી. તેમની ટૉક્સિક રિલેશનશિપ પણ ફિલ્મની એક હાઇલાઇટ છે. ત્યાર બાદ અરુણમોઝીની સ્ટોરી શરૂ થાય છે. નંદિની બદલો લેવા માગે છે, કરિકલન પ્રોટેક્ટ કરતો જોવા મળે છે, કંદુવીનું પાત્ર ભજવતી ત્રિશા અને વલ્લાવરૈયાનું પાત્ર ભજવતો કાર્તી તેમના દુશ્મનો પાસેથી માહિતી મેળવતાં અને આગળ શું કરવું એનો પ્લાન બનાવતાં જોવા મળે છે. તેમને ખબર હોય છે કે જે લડાઈ થવાની છે એ ખૂબ જ ઘાતકી હશે.


મણિ રત્નમે આ ફિલ્મને ખૂબ જ અલગ રીતે બનાવી છે. કેટલાક બુક લવર્સના કહેવા મુજબ પહેલી ફિલ્મ બુકને આધારિત હતી, પરંતુ બીજી ફિલ્મમાં તેમણે ઘણી લિબર્ટી લીધી છે અને એન્ડ પણ અલગ બનાવ્યો છે. આનાથી બુક પ્રેમીઓને ખરાબ લાગશે, પરંતુ ફિલ્મી પ્રેમીઓ માટે આ એક ગ્રૅન્ડ ફિલ્મ છે. મણિ રત્નમે દરેક દૃશ્ય અને દરેક લોકેશનને ખૂબ જ સારી રીતે દેખાડવાની કોશિશ કરી છે. તેમણે પ્રેમને ફરી એક નવી દિશા આપી છે. પ્રેમ કોને કહેવાય અને એને કેવી રીતે દેખાડવો જોઈએ એ કોઈ મણિ રત્નમ પાસેથી શીખે. પ્રેમનો મતલબ ફક્ત કિસ કરવી નથી હોતો એની બૉલીવુડના મેકર્સે જરૂર નોંધ લેવી જોઈએ, જે કામ વગરના ઇન્ટિમેટ દૃશ્યનો ઉપયોગ કરે છે. તેમણે એકસાથે ઘણી પૅરલલ સ્ટોરી દેખાડવાની કોશિશ કરી છે, પરંતુ એમાં ઘણાં દૃશ્ય એટલાં ફાસ્ટ નીકળી જાય છે કે એને પ્રોસેસ કરવાનો સમય નથી રહેતો. જોકે આ પિરિયડ ફિલ્મ માટે પ્રોડક્શન ડિઝાઇન, કૉસ્ચ્યુમ ડિઝાઇન, સિનેમૅટોગ્રાફર અને ખાસ કરીને એડિટરને પણ વાહવાહી આપવી રહી.

પહેલા પાર્ટમાં કાર્તી મહત્ત્વનું પાત્ર દેખાઈ રહ્યું હતું, પરંતુ સેકન્ડ પાર્ટમાં જયરામ રવિ અને વિક્રમ પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. વિક્રમ એક જાંબાઝ પ્રોટેક્ટર અને પ્રેમમાં હારેલા પ્રેમીના પાત્રમાં ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે. તેણે આ પાત્રને પોતાનું બનાવી દીધુ હોય એવું લાગે છે. બીજી તરફ જયરામ રવિ પણ એક રાજા કેવો હોવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ તેની ઍક્ટિંગ દ્વારા પૂરું પાડી રહ્યો છે. કાર્તી હ્યુમર અને ઍક્શનમાં બધાને પાછળ છોડી દે એવો છે. તે જેટલો મસ્તીખોર દેખાય છે એટલો જ પાવરફુલ પણ છે. ત્રિશાએ પણ તેના પાત્રને સારી રીતે ભજવ્યું છે. જોકે સોભિતા ધુલીપલા અને ઐશ્વર્યા લક્ષ્મીના પાત્રને વધુ સમય આપવાની જરૂર હતો. ઐશ્વર્યા લક્ષ્મીની વાત થઈ રહી હોય ત્યાં ઐશ્વર્યા રાય બચ્ચનને ભૂલી થોડી જવાય. ઐશ્વર્યા આ ફિલ્મમાં અતિસુંદર દેખાઈ રહી છે. તેની સુંદરતાની પાછળ તેની બદલો લેવાની ભાવના એટલી જ તીવ્ર હોય છે. તે જ્યારે કરિકલનના પ્રેમમાં પડે છે ત્યારે તે ગરીબ હોય છે અને એથી તે રાણી બનવાને લાયક ન હોવાથી તેઓ એક નથી થઈ શકતાં. આથી ઐશ્વર્યા પાવરફુલ બનવાનું નક્કી કરે છે અને પોન્નિયિન સેલ્વનની જે સ્ટોરી છે એ બને છે. આથી ઐશ્વર્યાએ તેના દરેક શેડ્સમાં જાન રેડી દીધો છે. તે ફક્ત ઊભી હોય તો પણ તેની હાજરી એટલી પાવરફુલ લાગે છે કે સ્ક્રીન પર તેના સિવાય બીજું કંઈ જોવાનું મન નથી થતું.

ફિલ્મની સ્ટોરી અને પર્ફોર્મન્સ જેટલા જોરદાર છે એટલા જ જોરદાર એના શૉટ્સ અને કૅમેરા વર્ક છે. જોકે આ કૅમેરા વર્કને વધુ પાવરફુલ બનાવ્યું હોય તો એ એ. આર. રહમાનના મ્યુઝિકે. એ. આર. રહમાનને ખબર છે કે તેણે ક્યારે સૉફ્ટ મ્યુઝિક આપવું અને ક્યારે મ્યુઝિકને પાવરફુલ બનાવવું કે રૂંવાડાં ઊભાં થઈ જાય. આથી આ ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિકે ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું છે.

મણિ રત્નમ ફિલ્મ બનાવવા પહેલાંથી જ ચોક્કસ હતા કે તેમને ‘બાહુબલી’ જેવી નથી બનાવવી. કહેવાનો મતલબ કે તેમને ઍક્શનને વધુ રિયલ દેખાડવી હતી. આ ઍક્શનને રિયલ બનાવવા માટે તેમણે વધુ મહેનત કરી છે, પરંતુ એને કારણે ઍક્શનના પ્રેમીઓને એ ઍક્શન એટલી ગ્રૅન્ડ ન પણ લાગે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2023 04:50 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK