આ બૉલીવુડ એક્ટરને કિડનેપ કરવા માગે છે પરિણીતી, જુઓ કોણ છે
પરિણીતી ચોપડા
બૉલીવુડ એક્ટર પરિણીતી ચોપડા, કરીના કપૂરના પતિ સૈફ અલી ખાનને એટલો પસંદ કરે છે કે જો એને મળી જાય તો તે એમને કિડનેપ પણ કરી શકે છે. આ વાત અમે નહીં પરંતુ પોતે એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કર્યો છે. પરિણીતી જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'જબરિયા જોડી'માં નજર આવવાની છે. હાલમાં જ બન્ને સ્ટાર્સ ફિલ્મનું પ્રમોશન કરવા 'ધ કપિલ શર્મા' શૉમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘણી મસ્તી કરી અને એમના સવાલોના પણ જવાબ આપ્યા.
ADVERTISEMENT
તે દરમિયાન કપિલે એમને પૂછ્યું કે જો એમને તક મળે તો તે કયા એક્ટર સાથે 'જબરિયા જોડી' બનાવવા માંગશે. એના પર પરીએ જવાબ આપ્યો, જો એમને તક મળે તો તે સૈફ અલી ખાનને કિડનેપ કરશે અને એમની સાથે જબરિયા જોડી બનાવવા માગશે. એક્ટ્રેસે કહ્યું, હું હંમેશા સૈફને પસંદ કરૂ છું અને કરીના કપૂર પણ આ વાત જાણે છે. કરીનાને આ વાતથી કોઈ પ્રોબ્લેમ નથી.
આ પહેલીવાર નથી કે જ્યારે પરિણીતીએ સૈફ અલી ખાન માટે પોતાની ફીલિંગ્સ દિલ ખોલીને વ્યક્ત કરી છે. આની પહેલા પણ ઘણી વાર પરી આ વાત કરી ચૂકી છે તે સૈફને પસંદ કરે છે. એક વાર કપિલના શૉમાં એણે જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે લેઝ ચિપ્સના પેકેટ સંભાળીને રાખતી હતી કારણકે પેકેટ પર સૈફની ફોટો છપાતી હતી.
આ પણ વાંચો : હ્રિતિક રોશને ગુજરાતના સીએમ વિજય રૂપાણીને કહ્યું થેન્ક યુ, આ છે કારણ
તમને જણાવી દઈએ કે પરિણીતી અને સિદ્ધાર્થની ફિલ્મ 'જબરિયા જોડી' 2 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ એક એક્શન, રોમાન્ટિક અને કૉમેડી ફિલ્મ છે. ફિલ્મ બિહારની ચર્ચિત પરંપરા 'પકડવા વિવાહ' પર આધારિત છે. જ્યાં લગ્ન માટે દુલ્હાને કિડનેપ કરવામાં આવે છે.


