હ્રિતિક રોશને ગુજરાતના સીએમ વિજય રૂપાણીને કહ્યું થેન્ક યુ, આ છે કારણ
બિહારના ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત હ્રિતિક સ્ટારર ફિલ્મ સુપર 30ને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. હ્રિતિક રોશને ગુજરાતમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ સીએમ વિજય રૂપાણીનો આભાર માન્યો હતો. આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે ગરીબ બાળકોને તૈયાર કરતા આનંદ કુમારના સંઘર્ષ પર આધારિત ફિલ્મ સુપર 30ને લોકો માણી રહ્યા છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ અને બાળકોને ફિલ્મ જોવા માટે પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર સહિત અન્ય કેટલીક રાજ્ય સરકારોએ ફિલ્મને ટેક્સમાંથી છૂટ આપી છે. સૌથી પહેલા સુપર 30 બિહારમાં ટેક્સ ફ્રી કરવામાં આવી ત્યારબાદ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવાઈ છે.
સત્ય ઘટના પર આધારિત અનંત કુમારના જીવનની સ્ટોરીને લોકોને ગમી રહી છે. જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી. રિલીઝના 12 દિવસની અંદર ફિલ્મની કમાણી 100 કરોડને પાર પહોંચીને 107 કરોડ રૂપિયા થઈ ગઈ. સુપર 30એ રિલીઝના પહેલા સપ્તાહે 75.85 કરોડની કમાણી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતી યુવકે USના BAPS મંદિરમાં કર્યા સમલૈંગિક લગ્ન
ફિલ્મ સુપર 30ને દર્શકોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ખાસ કરીને ફિલ્મના ફર્સ્ટ હાફના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ સુપર 30ના પહેલા ભાગમાં આનંદ કુમારના કૉલેજના જીવનને દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓ સંઘર્ષ કરીને આગળ વધ્યા. ફિલ્મ અંત સુધી તમને જકડી રાખે છે. આ એ તમામ લોકો માટે જેઓ જીવનમાં સંસાધનોની કમી હોવા છતાં પોતાની ઈચ્છા શક્તિના બળ પર સફળ થવાનો પ્રયાસ કરે છે. વિકાસ બહેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ લોકોના મનને સ્પર્શ કરી રહી છે.


