Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવરાત્રિના પ્રથમ દિવસે કંગના રનૌતે અયોધ્યા જઈને કર્યાં રામલલાનાં દર્શન

નવરાત્રિના પ્રથમ દિવસે કંગના રનૌતે અયોધ્યા જઈને કર્યાં રામલલાનાં દર્શન

Published : 13 October, 2026 07:52 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનૌત નવરાત્રિના પ્રથમ દિવસે અયોધ્યાધામ પહોંચી હતી.

અભિનેત્રી અને સંસદસભ્ય કંગના ભવ્ય શ્રીરામ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી

અભિનેત્રી અને સંસદસભ્ય કંગના ભવ્ય શ્રીરામ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી


કંગના રનૌત નવરાત્રિના પ્રથમ દિવસે અયોધ્યાધામ પહોંચી હતી. અભિનેત્રી અને સંસદસભ્ય કંગના ભવ્ય શ્રીરામ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. તેણે રામલલાનાં દર્શન કરીને પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ લીધા હતા. કંગનાએ સોશ્યલ મીડિયા પર આ મુલાકાતની કેટલીક તસવીરો પણ શૅર કરી છે. આ તસવીરોમાં કંગના પરંપરાગત વસ્ત્રોમાં રામલલાનાં દર્શન કરીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતી જોવા મળે છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર અયોધ્યાની મુલાકાતની કેટલીક તસવીરો શૅર કરી છે. તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘જય શ્રી રામ. જય અયોધ્યાધામ.’ આ પછી કંગનાએ અયોધ્યામાં એક જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 07:52 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK