પહેલી ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી સીક્વલ બનાવવામાં આવશે
નુસરત ભરૂચા
નુસરત ભરૂચા હવે ‘છોરી 2’ને લઈને ખૂબ આતુર છે. ‘છોરી’ બાદ હવે એની સીક્વલ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. મેકર્સ એની સ્ટોરીને આગળ લઈ જવા માગે છે. ‘છોરી’ની જેમ એની સીક્વલને પણ વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે. ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી એની સીક્વલની શરૂઆત કરવામાં આવશે. ‘છોરી’ની સીક્વલને લઈને નુસરતે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘છોરી’ને જે રીઍક્શન્સ અને સફળતા મળ્યાં છે એનાથી મારી ખુશી ક્યાંય નથી સમાતી. મેં અત્યાર સુધી કરેલા કામમાં ‘છોરી’ અગત્યનું કામ છે. રિસ્ક લઈને અમને જે પ્રશંસા મળી છે એ અદ્ભુત છે. ‘છોરી’ અમારા માટે ઉમળકાભેરલો પ્રોજેક્ટ છે. હું વિશાલ અને ટીમ સાથે ‘છોરી 2’ની સ્ટોરીને આગળ લઈ જવા માટે આતુર છું.’
આ સીક્વલને લઈને વિશાલ ફુરિયાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘છોરી’ની સીક્વલને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે ઉત્સાહિત છું. હું હંમેશાંથી ‘છોરી’ની અનેક ફ્રૅન્ચાઇઝી બનાવવાનું વિચારી રહ્યો હતો અને એના પહેલા ભાગને બનાવતી વખતે જ એની સીક્વલની સ્ટોરી લખી રહ્યા હતા. ‘છોરી’ને જે પ્રેમ મળ્યો છે એનાથી હું ખૂબ ખુશ છું. હવે ટૅલન્ટેડ નુસરત સાથે અન્ય જર્નીની શરૂઆત કરવા માટે તૈયાર છું. મારા પ્રોડ્યુસર્સ હંમેશાંથી મારી પડખે ઊભા રહ્યા છે અને મારા વિઝનને સપોર્ટ કર્યો છે.’


