આ ફિલ્મ દ્વારા જાહ્નવી સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘NTR 30’ને ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ ક્લૅપ આપી છે. આ ફિલ્મ દ્વારા જાહ્નવી સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે.
જાહ્નવીએ અગાઉ જણાવ્યું હતું કે જુનિયર એનટીઆર સાથે કામ કરવાનું તેનું સપનું પૂરું થયું છે. આ ફિલ્મને લઈને તે ખૂબ એક્સાઇટેડ છે. આ તેલુગુ ફિલ્મને કોર્તલા શિવા ડિરેક્ટ કરશે. ગઈ કાલે પૂજા કરીને ફિલ્મની શરૂઆત કરવામાં આવી હતી એનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. જાહ્નવી લાઇમ ગ્રીન સાડી પહેરીને પહોંચી હતી. જુનિયર એનટીઆર તેની સાથે હાથ મિલાવીને તેનું સ્વાગત કરે છે.