નિક જોનસે પ્રિયંકા ચોપડાનાં જાહેરમાં વખાણ કર્યાં
નિક જોનસ અને પ્રિયંકા ચોપડા
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની ગણતરી પાવર કપલ તરીકે થાય છે. તેમને માલતી મારી નામની દીકરી છે. તેઓ સોશ્યલ મીડિયા પર તેમના અંગત જીવનની સુંદર ક્ષણોને તસવીરો કે વિડિયો દ્વારા શૅર કરતાં રહે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં નિકે પત્ની પ્રિયંકાને બહુ સારી મમ્મી ગણાવી છે. તેણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘પ્રિયંકા એક ઉત્તમ મમ્મી અને ઉત્તમ વ્યક્તિ છે. તેનામાં ઘણી બધી કરુણા અને સહાનુભૂતિ છે અને આ વાતે જ તેને સારી વ્યક્તિ અને સાથોસાથ ઉત્તમ માતા બનાવી છે. હું માતા બનવાના તેના પ્રવાસમાં તેની સાથે છું અને એ બદલ તેનો આભાર માનું છું. મેં હમણાં મારા ભાઈ જો જોનસ સાથે મળીને મધર્સ ડેના અવસરે તેમના પરિવાર સાથે આઉટિંગનું આયોજન કર્યું હતું અને અમને બહુ મજા પડી હતી.’
નિક અને પ્રિયંકાએ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. જાન્યુઆરી ૨૦૨૨માં તેમને સરોગસીથી માલતી મૅરી નામની દીકરી જન્મી હતી અને તેઓ સુખી પારિવારિક જીવન ગાળી રહ્યાં છે.


