Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું નીતુ કપૂરની આ પોસ્ટ રણબીરની એક્સ માટે છે? યુઝર્સે સંભળાવી ખરી ખોટી

શું નીતુ કપૂરની આ પોસ્ટ રણબીરની એક્સ માટે છે? યુઝર્સે સંભળાવી ખરી ખોટી

Published : 10 April, 2023 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નીતુ કપૂર (Neetu Kapoor)એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેને યુઝર્સ રણબીર કપૂરની એક્સ (Ranbir Kapoor Exe)સાથે જોડી રહ્યાં છે.

નીતુ કપૂર

નીતુ કપૂર


નીતુ કપૂર (Neetu Kapoor)બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નીતુ ઘણીવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે તેના પરિવાર અને ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યૂઝર્સ અભિનેત્રીની આ પોસ્ટને રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ (Ranbir Kapoor Exe Girlfriend) કેટરિના કૈફ સાથે જોડી રહ્યા છે.

નીતુ કપૂરે આ પોસ્ટ કરી હતી
ખરેખર, શનિવારે નીતુ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં લખ્યું, "તમને સાત વર્ષ ડેટ કર્યા એટલે એનો અર્થ એ નથી કે તે તમારી સાથે લગ્ન કરશે. મારા કાકાએ છ વર્ષ સુધી દવાનો અભ્યાસ કર્યો, પણ હવે ડીજે છે." નીતુની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને લઈને યુઝર્સનું માનવું છે કે નીતુ કપૂર અભિનેત્રી કેટરિના કૈફને ટોણો મારી રહી છે.




આ પણ વાંચો: રણબીરને ૧૫-૨૦ તમાચા માર્યા હતા ડિમ્પલ કાપડિયાએ


યુઝર્સે નીતુ કપૂર પર કોમેન્ટ કરી
નીતુ કપૂરની આ પોસ્ટ પર ઘણા યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરતા એક યુઝરે લખ્યું- નીતુ હંમેશા કેટરિના કૈફની વિરુદ્ધ રહી છે. તેમના બ્રેકઅપના વર્ષો પછી પણ તેણી તેને ટોણો મારી રહી છે. તેઓ સાત વર્ષ સાથે હતા. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું - નીતુ કપૂર આટલા વર્ષો પછી પણ કેટરિના પર ટિપ્પણી કરી રહી છે, જ્યારે કેટરીના તેના કામ વિશે ચિંતિત છે. આ પરિવાર ખૂબ જ વિચિત્ર છે. તે જ સમયે, એક યુઝરે કહ્યું કે આ પોસ્ટ રણબીર કપૂર માટે હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને કેટરીના કૈફ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે, વર્ષ 2016માં બંને કલાકારો એકબીજાથી અલગ થઈ ગયા હતા. બંનેએ આ દરમિયાન ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2023 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK