સલમાન ખાન હાલમાં અબુ ધાબીમાં IIFA અટેન્ડ કરવા ગયો છે.

સલમાન ખાન
સલમાન ખાને જણાવ્યું છે કે તેના લગ્ન કરવાના દિવસો હવે પસાર થઈ ગયા છે. તેણે હાલમાં જ ‘ટાઇગર 3’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે ‘ટાઇગર વર્સસ પઠાન’માં પણ જોવા મળવાનો છે. સલમાનને મોટા ભાગે તે લગ્ન ક્યારે કરશે એવો સવાલ જ કરવામાં આવે છે. તે હાલમાં અબુ ધાબીમાં IIFA અટેન્ડ કરવા ગયો છે. ત્યાં એક મહિલા સલમાનને પૂછે છે કે મારી સાથે લગ્ન કરીશ? તો તેને જવાબ આપતાં સલમાન ખાન કહે છે કે ‘લગ્ન કરવાના મારા દિવસો પસાર થઈ ગયા છે. તારે મને વીસ વર્ષ પહેલાં મળવાની જરૂર હતી.’