બોલીવૂડ સ્ટાર્સ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રેમાળ પોસ્ટ્સ શેર કરવામાં આવી
_d.jpg)
સ્ટાર્સે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરોનો કોલાજ
મધર્સ ડે, જે માતૃત્વના બંધનો અને સમાજમાં માતાઓના પ્રભાવને માન આપતો દિવસ છે. સમગ્ર વિશ્વમાં લોકો આજે એટલે કે 8 મે રવિવારના રોજ મધર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઝ તરફથી પણ મળતી શુભેચ્છાઓ અને પોસ્ટ્સથી છલકાઈ રહ્યું છે. માતૃત્વની ભાવનાની ઉજવણી કરવા માટે કેટરિના કૈફ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કરીના કપૂર અન્ય બોલીવૂડ સ્ટાર્સ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રેમાળ પોસ્ટ્સ શેર કરવામાં આવી છે.
સારા અલી ખાને તેની માતા અમૃતા સિંહ સાથેની એક તસવીર શેર કરતા લખ્યું “હેપ્પી મધર્સ ડે મમ્મી, હું તમારા પેટમાં હતી ત્યારથી તમને પ્રેમ કરું છું. P.S મને એ હકીકત ગમે છે કે તમે મારા દરેક સેટની મુલાકાત લીધી છે. તમને ગર્વ કરાવવા માટે હું આગળ વધવાનો પ્રયત્ન કરું છું.”
View this post on Instagram
નેહા ધૂપિયાએ લક્યું કે “માતૃત્વ જેવું બીજું કંઈ જ નથી.”
View this post on Instagram
કરીના કપૂર ખાન ઉર્ફે બેબોએ તેના પુત્રો તૈમૂર અને જેહ સાથે પોતાની એક સુંદર તસવીર શેર કરી. તેની સાથે તેણીએ લખ્યું “મારા જીવનની લંબાઈ અને પહોળાઈ હેપ્પી મધર્સ ડે..”
View this post on Instagram
જેક્લીન ફર્નાન્ડિઝે તસવીર શેર કરી કેપ્શન આપ્યું કે “મારી કાયમની બેસ્ટી મમ્મી, તમામ અદ્ભુત માતાઓને મધર્સ ડેની શુભેચ્છા.”
View this post on Instagram
આલિયા ભટ્ટે તેની બે માતાઓ સાથેની એક તસવીર પોસ્ટ કરી અને કેપ્શન આપ્યું, "મારી સુંદર સુંદર માતાઓ હેપ્પી મધર્સ ડે - આખો દિવસ દરરોજ!”
View this post on Instagram
કેટરિના કૈફે માત્ર તેની માતા જ નહીં, પરંતુ તેની સાસુ સાથે પણ તસવીરો પોસ્ટ કરી. તેણીએ લખ્યું “મધર્સ ડે.”
View this post on Instagram
વિક્કી કૌશલે પણ તેની માતા સાથે તસવીર શેર કરી હતી.
View this post on Instagram
સોનુ સૂદે થ્રોબેક તસવીર શેર કરી અને લખ્યું "મા બધાએ કહ્યું કે આજે મધર્સ ડે છે. હું તેને દરરોજ ઊજવું છું, કાશ તમે આસપાસ હોત... દુનિયા કંઈક અલગ જ હોત. જ્યાં સુધી હું તમને ફરી ન જોઈ શકું ત્યાં સુધી જ્યાં છો ત્યાં ખુશ રહેજો.”
View this post on Instagram
અભિનેતા સિકંદર ખેરે પણ તેની માતા સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે “આ તે મહિલા માટે છે જેણે મને પ્રથમ કહ્યું હતું ‘કાન ખાય જાતા હૈ.’ હેપ્પી મધર્સ ડે મા!”
View this post on Instagram
ફરહાન અખ્તર પણ આ હરોળમાં સામેલ થયો હતો.
View this post on Instagram
ઈમરાન હાશ્મીઍએ લખ્યું “છોકરાનો પહેલો પ્રેમ હંમેશા તેની માતા જ રહેશે #happymothersday”
View this post on Instagram