ફોટોગ્રાફર્સના કૅમેરા-ઍન્ગલનો વિરોધ કરી મોના સિંહે કહ્યું...
મોના સિંહ
મોના સિંહે પાપારાઝી કલ્ચર સામે વિરોધ દેખાડ્યો છે. સેલિબ્રિટીઝ જ્યાં પણ જાય તેમની પાછળ ફોટોગ્રાફર્સ જતા હોય છે. જોકે તેઓ ફોટો ક્લિક કરે એનાથી કોઈ સેલિબ્રિટીઝને પ્રૉબ્લેમ નથી, પરંતુ હવે તેઓ સેલિબ્રિટીઝના ખોટા ઍન્ગલથી વિડિયો અને ફોટો ક્લિક કરી રહ્યા હોવાથી ઘણી સેલિબ્રિટીઝ એનો વિરોધ કરી રહી છે. અગાઉ જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુર, પલક તિવારી અને હિના ખાન જેવી ઘણી સેલિબ્રિટીઝ આ વિશે બોલી ચૂકી છે. આ વિશે મોના સિંહ કહે છે, ‘મારું માનવું છે કે દરેક મહિલા ઍક્ટરે આના વિશે અવાજ ઉઠાવવો જોઈએ અને એનો વિરોધ કરવો જોઈએ. એવું લાગે છે કે તેઓ ઇચ્છે છે કે અમારી સાથે કંઈ ખોટું થાય. તેઓ મહિલાના બૉડી પાર્ટ્સ પર જ ફોકસ કરતા હોય છે, જે ખોટું છે. પુરુષ જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે તેમના બૉડી પાર્ટ્સ પર તો તેઓ ઝૂમ નથી કરતા.’

