‘સૈયારા’માં અહાન પાંડે અને અનીત પડ્ડા મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મ ૨૦૨૫ની ૧૮ જુલાઈએ યશરાજ ફિલ્મ્સ હેઠળ રિલીઝ થવાની છે
‘આશિકી 3’
ફિલ્મમેકર મોહિત સૂરિએ તેની આગામી ફિલ્મ ‘સૈયારા’ વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ‘આશિકી 3’ માટે તેણે જે વાર્તા લખી હતી એના પરથી જ ‘સૈયારા’ બનાવવામાં આવી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મોહિતે જણાવ્યું કે જ્યારે ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ વચ્ચે સારા સંબંધો હતા ત્યારે તેમણે ‘આશિકી 3’નો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે મારો સંપર્ક કર્યો હતો. જોકે પછી તેમના સંબંધો વણસતાં મોહિતે આ આઇડિયાને સ્વતંત્ર રીતે રીવર્ક કર્યો અને પછી ‘સૈયારા’નું સર્જન થયું.
‘સૈયારા’માં અહાન પાંડે અને અનીત પડ્ડા મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મ ૨૦૨૫ની ૧૮ જુલાઈએ યશરાજ ફિલ્મ્સ હેઠળ રિલીઝ થવાની છે
ADVERTISEMENT
મોહિતે વાતચીતમાં જણાવ્યું કે ‘આશિકી 2’ પણ શરૂઆતમાં એક અલગ લવ-સ્ટોરી તરીકે લખવામાં આવી હતી, પરંતુ વિશેષ ફિલ્મ્સ સાથે લવ-સ્ટોરી બનાવવા માટે કોઈ તૈયાર નહોતું. આખરે ભૂષણ કુમારના સૂચનથી એ સ્ક્રિપ્ટને આધારે ‘આશિકી 2’ બનાવવામાં આવી હતી.

