Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅશનની બિગેસ્ટ ઇવેન્ટમાં આલિયા ભટ્ટે કર્યો હતો નઝર કા કાલા ટીકા

ફૅશનની બિગેસ્ટ ઇવેન્ટમાં આલિયા ભટ્ટે કર્યો હતો નઝર કા કાલા ટીકા

09 May, 2024 06:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપવા માટે ૭૫,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ૬૩ લાખ રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે.

અલિયા ભટ્ટની તસવીર

અલિયા ભટ્ટની તસવીર


જગતમાં ફૅશનની બિગેસ્ટ નાઇટ તરીકે ઓળખાતી ન્યુયૉર્કના મૅનહટનની મેટ ગાલા ઇવેન્ટમાં આલિયા ભટ્ટનો ‘નઝર કા કાલા ટીકા’ ચર્ચાનો વિષય બન્યો છે. તેણે ડિઝાઇનર સબ્યસાચી મુખરજી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સાડી પહેરીને આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેની સાડી અને લુક બન્ને આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જોકે તેના કાનની પાછળ તેણે જે કાળો ટીકો કર્યો હતો એના પર સૌની નજર ગઈ હતી. તે મુંબઈ આવી ગઈ છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તેના ‘નઝર કા કાલા ટીકા’ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપવા માટે ૭૫,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ૬૩ લાખ રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે. આ કિંમત આલિયાએ ચૂકવી હશે કે પછી ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ એ એક સવાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK