Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅશનની બિગેસ્ટ નાઇટમાં આ વર્ષે કરણ જોહરનું ડેબ્યુ

ફૅશનની બિગેસ્ટ નાઇટમાં આ વર્ષે કરણ જોહરનું ડેબ્યુ

Published : 03 May, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટ ગાલાને ફૅશનની બિગેસ્ટ નાઇટ ગણવામાં આવે છે.

કરણ જોહર

કરણ જોહર


મેટ ગાલા ૨૦૨૬ની ઇવેન્ટ ચોથી મેએ ન્યુ યૉર્કમાં યોજાવાની છે ત્યારે રિપોર્ટ્સ મુજબ ફિલ્મમેકર કરણ જોહર આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે શાહરુખે ડિઝાઇનર સબ્યસાચીના ઑલ-બ્લૅક આઉટફિટમાં મેટ ગાલામાં ડેબ્યુ કર્યું હતું. મેટ ગાલા દર વર્ષે મે મહિનાના પ્રથમ સોમવારે યોજાય છે અને એની ગણતરી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લૅમરસ ફૅશન-ઇવેન્ટ તરીકે થાય છે. ન્યુ યૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટના કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ફન્ડ ભેગું કરવા યોજાતી આ ઇવેન્ટમાં મહેમાનો વર્ષની થીમ મુજબ પોતાની સૌથી અનોખી ફૅશન-સ્ટાઇલનું પ્રદર્શન કરે છે. મેટ ગાલાને ફૅશનની બિગેસ્ટ નાઇટ ગણવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK