મીનાક્ષી શેષાદ્રિને થયો હતો કાસ્ટિંગ કાઉચનો અનુભવ
મીનાક્ષી શેષાદ્રિ
મીનાક્ષી શેષાદ્રિને પણ તેની કરીઅરમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો. મીનાક્ષી શેષાદ્રિએ ‘દામિની’, ‘ઘાયલ’, ‘શહનશાહ’ અને ‘હીરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ વિશે વાત કરતાં મીનાક્ષીએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ દિલથી અને પ્રેમથી વાત કરું છું. મારી આંખની સામે જે પણ વ્યક્તિ હોય તેનો હું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. કોઈની પણ વાત અને વર્તન મને પસંદ ન પડે તો પણ હું તેમને જજ નથી કરતી. ‘મારી સાથે સમય પસાર કર’ અથવા તો ‘તું સાંજે મારા રૂમમાં આવીને સમય પસાર કરી શકે છે’ આવી ઘણી વાતો છે. કોઈ પણ વ્યક્તિ કહી શકે છે અને મને કહી પણ છે. ત્યારે મેં કહ્યું હતું કે તમે મારા એટલા સારા ફ્રેન્ડ બની ગયા છો કે હું બીજી કોઈ વસ્તુ કરી શકું એમ નથી. જો તે વ્યક્તિ ફ્રેન્ડ બનીને રહી શકે તો ઠીક છે, નહીં તો હું ફરી કોઈ દિવસ એ વિશે વાત પણ નથી કરતી.’

