૧૯૯૦ના દાયકામાં તેમણે મ્યુઝિક વિડિયો અને ઍડ ફિલ્મો દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમણે ઘણી સારી ફિલ્મો બનાવી હતી. તેમણે ૨૦૦૩માં આવેલી ‘મુન્નાભાઈ એમબીબીએસ’ને વિધુ વિનોદ ચોપડા સાથે મળીને એડિટ પણ કરી હતી.
‘મર્દાની’ના ડિરેક્ટર પ્રદીપ સરકારનું નિધન
નૅશનલ અવૉર્ડ વિનર ફિલ્મમેકર પ્રદીપ સરકારનું ૬૭ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે ‘પરિણીતા’ અને ‘મર્દાની’ જેવી ઘણી પાવરફુલ ફિલ્મો બનાવી છે. લાંબી બીમારી બાદ ગઈ કાલે તેમનું મૃત્યુ થયું હતું અને સાંજે ૪ વાગ્યે સાંતાક્રુઝની સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. કિડનીની બીમારીને લઈને તેમને મોડી રાતે હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ તેઓ બચી નહોતા શક્યા. વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૧૯૯૦ના દાયકામાં તેમણે મ્યુઝિક વિડિયો અને ઍડ ફિલ્મો દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમણે ઘણી સારી ફિલ્મો બનાવી હતી. તેમણે ૨૦૦૩માં આવેલી ‘મુન્નાભાઈ એમબીબીએસ’ને વિધુ વિનોદ ચોપડા સાથે મળીને એડિટ પણ કરી હતી.
શ્રદ્ધાંજલિ
પ્રદીપ સરકાર મારા જેવા ઘણા લોકો માટે દાદા હતા. તેમના મૃત્યુના સમાચાર હજી પણ માનવામાં નથી આવતા. તેમની ફૅમિલી સાથે મારી સંવેદના છે. દાદા, તમારા આત્માને શાંતિ મળે.
-અજય દેવગન
ADVERTISEMENT
ખૂબ દુઃખ સાથે જણાવીએ છીએ કે પ્રદીપજી સ્વર્ગે સિધાવ્યા છે. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝમાં આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
વિવેક અગ્નિહોત્રી
દાદા, હું તમને મિસ કરીશ. હું તમને એ રીતે યાદ રાખીશ કે તમારું દિલ એક બાળક જેવું હતું અને તમે લાઇફથી ભરપૂર હતા, જેણે મને ઘણું શીખવ્યું હતું. તમારી ‘લફંગે’ અને ‘પરિંદે’ મારા દિલની ખૂબ નજીક રહેશે. તમારી ફૅમિલી માટે પ્રાર્થના કરું છું.
નીલ નીતિન મુકેશ
મારી સવારની શરૂઆત પ્રદીપદાદાના દુખદ સમાચાર સાથે થઈ છે. તેમણે ‘મર્દાની’ને લઈને મારા પર વિશ્વાસ કર્યો હતો અને હું હંમેશાં તેમનો એ માટે આભારી રહીશ અને તેમને યાદ રાખીશ. મારી ડેબ્યુ ફિલ્મમાં મારામાં રહેલી સંપૂર્ણ ટૅલન્ટનો ઉપયોગ કરવા માટે તેમણે મને ઘણી રીતે પ્રેરિત કર્યો હતો. તેમણે મને શીખવ્યું હતું અને ત્યાર બાદ એને મારી રીતે ભજવવા માટે મને પૂરતી સ્પેસ આપી હતી. તેઓ એક ખરા જિનીયસ હતા. મને હજી પણ યાદ છે કે પહેલા દિવસે શૂટ પર હું ખૂબ નર્વસ હતો. પ્રોડક્શન ખૂબ મોટું હતું. અમે ટ્રાફિકને હોલ્ડ કરી રાખ્યું હતું અને સેટ પર ૧૦૦થી વધુ જુનિયર આર્ટિસ્ટ હતા. મેં પહેલો શૉટ આપ્યો અને મારો શ્વાસ રોકીને તેઓ મૉનિટરમાં જોઈને શું રીઍક્શન આપે છે એની રાહ જોઈ રહ્યો હતો. તેમણે શૂટ જોઈને એને અપ્રૂવ કર્યું ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો હતો. તેમનું વિઝન જોરદાર હતું. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના.
તાહિર રાજ ભસીન
મારા મૉડલિંગના દિવસોમાં તેમની સાથે સેટ પર રહેવાનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. તેઓ દિલથી હસતા હતા અને કામમાં તેમનું જે પર્ફેક્શન હતું એ હંમેશ માટે મારા દિલમાં રહેશે. તેમની ફૅમિલી સાથે મારી સાંત્વના. દાદા, હવે તમે આરામ કરો, સ્વર્ગ ખૂબ સારી જગ્યા છે.
નિમ્રત કૌર- સતેજ શિંદે, પી.ટી.આઇ.